સાણંદમાં રખડતી ગાયોએ શિંગડા ભેરવતા લોકોને અકસ્માતનો ભય

સાણંદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતદિન વધી રહ્યો છે. શહેરની સર્વોદય સોસાયટી આગળ હાઇવે પર બે ગાયો અચાનક બાખડી પડી હતી. રખડતી ગાયોએ શિંગડા ભેરવતા ત્યાંથી પસાર થતાં એક બાઇક ચાલક અડફેટે આવતા બચ્યો હતો જ્યારે રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો. શહેરમાં રખડતા ઢોરને ડબ્બે પુરવાની જરૂરીયાત ઉભી થવા પામી છે. તાજેતરમાં સાણંદના મખીયાવ ગામે એક વૃદ્ધને આખલાએ અડફેટે લેતા મોત નીપજયું હતું.

Social