વર્ષ 2023માં સાણંદમાં 68 જગ્યાએ આગ ભભૂકી, ગત 2022માં 56 આગ બનાવ હતા

વિકાસના કેપિટલ તરીકે ઓળખાતા સાણંદ શહેર હાલ રેસિડેન્સિયલ અને ઔધોગીક ક્ષેત્રે દિન પ્રતીદિન હરણફાળે આગળ વધી રહ્યું છે. વળી મોટી સંખ્યામાં દેશ સહિત વિદેશોની નામાંકિત કંપનીઓના પ્લાન્ટ પણ જીઆઇડીસી એકમો આવેલા છે. અનેક વખત આકસ્મિક સંજોગોમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે સાણંદ વિસ્તારમાં ગત 2023ના વર્ષમાં આગ લાગવાના કુલ 68 બનાવો બન્યા છે. સાણંદના અલગ અલગ વિસ્તારમાં સૌથી વધુ 12 આગ લાગવાની બનાવ બન્યા છે, તાલુકાના ગામડામાં 6 બનાવ અને જયારે સાણંદ જીઆઇડીસી એકમમાં 6 આગની ઘટનાઓ બની હતી.

       ચાંગોદર જીઆઈડીસીમાં 2 તેમજ 5 વાહનોમાં આગ લાગી હતી. શહેર પાસેના માધવનગર નજીક કચરાની ડમ્પિંગ સાઈટમાં 37 વખત આગ ભભૂકી હતી. સાણંદ શહેરમાં રહેણાંક અને ધંધાકીય એકમોમાં દિનપ્રતિદિન વિકાસ થઇ રહ્યો છે ત્યારે આગ લાગવાની ઘટનાઓમાં પણ વિકાસ થઇ રહ્યો છે.
      સાણંદમાં વર્ષ 2019માં 29 બનાવ, 2020માં 52 જગ્યાએ,  2021માં 61 સ્થળે અને 2022ના વર્ષમાં 56 જગ્યાએ આગ લાગવાના બનાવ બન્યા હતા.
Social