સાણંદ GIDC પાસે ડ્રાઈવરની તબિયત બગડતા સારવાર દરમ્યાન મોત

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનના ડુંગરપુરના મૂળ અને હાલ પરિવાર સાથે અમદાવાદના નવા વાડજ ખાતે રહેતા 38 વર્ષીય કાંતીલાલ રામજી યાદવ ડ્રાઈવર તરીકે ખાનગી ટ્રાવેલ્સમાં નોકરી કરે છે અને કાંતીલાલ સાણંદ જીઆઈડીસી ખાતે આવેલ હાઈલેક્ષ કંપનીમા આવેલ અને ત્યાંથી કંપનીના બીજા એમ્પલોયને લેવા માટે વિરપુરા પાટિયા પાસે એક હોટેલ ખાતે ગયેલ અને એમ્પ્લોયને લઈને કાંતીલાલ પરત કંપનીમા આવતા હતા તે વખતે ગુરુક્રુપા હોટેલ નજીક પહોચતા કોઈ કારણોસર તેઓની તબીયત એકાએક બગડી હતી અને ટ્રાવેલ્સ સંચાલકને જાણ કરતાં કાંતીલાલને સારવાર માટે બોળની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સાણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા,
જ્યાં તેઓને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. ઘટનાને લઈને પરિવારજનો સાણંદ ખાતે દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારજનોએ વળતરની માગ સાથે મૃતકની લાશ લઈને કંપનીએ પહોંચીયા હતા જેને લઈને ભારે કંપનીના કર્મીઓ અને પરિવાર વચ્ચે હોબાળો મચ્યો હતો અને બનાવ અંગે જીઆઈડીસી પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અંતે પોલીસે મૃતકના પરિવારજનોને સમજાવટ કરી યુવકની લાશને પી.એમ માટે સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડી પોલીસે સમગ્ર બનાવ અંગે અકસ્માતે મોતની નોંધ કરી વધુ કાર્યવાહી ધરી છે.
બીજી તરફ મૃતકના રામજી યાદવએ કહ્યું કે તેઓનો પુત્ર છેલ્લા એક વર્ષથી આકાશ ટ્રાવેલ્સમાં ડ્રાઈવર તરીકે નોકરી હતો અને ટ્રાવેલ્સનો કોન્ટ્રાક્ટ હાઈલેક્ષ કંપનીમા છે, જ્યારે સાણંદની ખાનગી હોસ્પિટલમાં પહોચ્યા ત્યારે તેઓનો દીકરો મૃત્યુ પામ્યો હોવાનું કહી દુખ વ્યક્ત કર્યું હતું.
મૃતક યુવકના લગ્ન આશરે 15 વર્ષ પહેલા થયા હતા અને 3 સંતાન છે, જ્યારે મૃતક કાંતીલાલ તેના પિતાનો સૌથી નાનો પુત્ર હતો. એકાએક યુવકનું અગમ્ય કારણોસર મોત થતાં પરિવાર પર આભ ફાટયું છે. જો કે પી.એમ રિપોર્ટ બાદ યુવકના મોતનું ચોક્કસ કારણ બહાર આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યુ છે.

Social