સાણંદ, ચાંગોદર, GIDC અને બોપલ પો. સ્ટે.નો રૂ.2.93 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું

બોપલ પાસેના લપકામણ ગામની સીમમા સાણંદ, સાણંદ જી.આઇ.ડી.સી, ચાંગોદર,બોપલ પોલીસ સ્ટેશનના અલગ ગુનામાં પકડાયેલ વિદેશી પરપ્રાન્તીય દારૂની 74106 નંગ બોટલો જેની કીં રૂ.2,92,31,448ના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામા આવ્યો હતો, સૌથી વધુ જથ્થો ચાંગોદર પોલીસ સ્ટેશનનો હોવાનું સામે આવ્યું છે. સૂત્રો એ કહ્યું કે છેલ્લા 2020 આસપાસથી આ જથ્થો હતો. ભારતીય બનાવટનો વિદેશી પરપ્રાન્તીય દારૂના જથ્થાનો નાશ કરવામા આવ્યો હતો ડીવીઝનલ મેજી. ઘાટલોડીયાના જે.એચ.બારોટ સબ વિભ ડીવીઝનલ મેજી. સાણંદ, નિલમ ઇન્સ ગોસ્વામી નાયબ પોલીસ સ્ટેશ અધિક્ષક સાણંદ વિભાગ સહીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Social