વેરાવળથી બનારસ જતી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનનો રૂટ ડાયવર્ટ કરાયો : 8 જાન્યુ.એ ટ્રેન બોટાદ-વિરમગામ-અમદાવાદ થઈને દોડશે

તાજેતરમાં જ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના સાબરમતી યાર્ડ ખાતે તા.03/01/2024થી 10/01/2024 સુધી એન્જિનિયરિંગના કામ માટે બ્લોક લેવામાં આવેલા છે. જેનાં કારણે ભાવનગર ડિવિઝન થઈને દોડતી વેરાવળ-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન (12945) ડાઈવર્ટ કરાયેલા રૂટ બોટાદ-વિરમગામ-અમદાવાદ પર દોડશે.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, અમદાવાદ ડિવિઝનના સાબરમતી યાર્ડમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે વેરાવળથી તા. 08/01/2024 (સોમવાર)ના રોજ દોડતી ટ્રેન નંબર 12945 વેરાવળ-બનારસ સાપ્તાહિક સુપરજ્ઞસ્ટ ટ્રેન ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેન બોટાદ-સુરેન્દ્રનગર ગેટ-વિરમગામ-અમદાવાદ થઈને દોડશે. જેથી આ ટ્રેન ધંધુકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઉભી રહેશે નહીં, પરંતુ તેના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ પર સુરેન્દ્રનગર ગેટ અને વિરમગામ સ્ટેશન પર 2 મિનિટનો હોલ્ટ આપવામાં આવ્યો છે.

Social