શહેર કોટડા પોલીસ સ્ટેશનનું ગૃહમંત્રીના હસ્તે ઉદ્દઘાટન

અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનનું આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા, શહેર પોલીસ કમિશનર અને શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉદ્દઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે અમદાવાદના નાગરિકોની સુરક્ષા માટે સૌથી પહેલું એડ્રેસ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકી છે. પોલીસ સ્ટેશન લોકાર્પણ કરતા હોય ત્યારે ભગવાનને એવી પ્રાર્થના કરતા હોઈએ છીએ કે કોઈને પોલીસ સ્ટેશન જવાની જરૂર ન પડે. જો પોલીસ સ્ટેશન જવાનું થાય ત્યારે પોલીસનો વ્યવહાર પણ સારો રહે. પોલીસને સૂચન છે કે, વડીલ પોલીસ સ્ટેશન આવે અને પોલીસ જવાન પાણીનો ગ્લાસ આપશે તો તાકાત ઓછી થવાની નથી. પોલીસ પ્રત્યે નાગરિકોનો અભિગમ બદલાશે, પોલીસ પ્રત્યે શ્રદ્ધા વધુ મજબૂત બનશે. કમિશ્નરને સૂચન છે કે, નવા પોલીસ સ્ટેશન તો આપીએ પણ સ્વચ્છતાનો આગ્રહ રાખવો જોઈએ. ગંદકી ન ફેલાય, બાથરૂમ ઉપયોગ કરી શકે, મેન્ટન રહે એવી સ્વરછતા જાળવવા અનુરોધ છે.

Social