આગામી સાત દિવસ રાજ્યમાં અનુભવાશે ઠંડીનો ચમકારો

જાન્યુઆરી માસની શરૂઆત થતાં જ ગુજરાતમાં બરોબર શિયાળો જામ્યો એમ કહી શકાય. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સામાન્ય કરતાં ઓછી ઠંડી રહી છે, પરંતુ હવે આગામી પાંચ દિવસ ઠંડીનું જોર યથાવત્ રહે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક સપ્તાહ સુધી સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે. તાપમાનનો પારો વધઘટ થાય એવી શક્યતા હાલમાં નથી.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 5થી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. તદુપરાંત કોઈ સિસ્ટમ પણ બનતી નથી, તેથી ઠંડીનું પ્રમાણ યથાવત્ રહેશે. હાલમાં ગુજરાતમાં ઉત્તર અને ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. એના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે, આથી આગામી એક સપ્તાહમાં પવનની દિશા ફંટાય તો તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઈ શકે છે, પરંતુ એની સંભાવના નહિવત્ પ્રમાણમાં છે, જેથી જાન્યુઆરી મહિનાના પહેલાં બે સપ્તાહમાં ગુજરાતીઓને ઠંડીનો અનુભવ થશે.

Social