સાણંદમાં પાર્ક કરેલ ગાડી ચોરી કેસમાં સંડોવાયલ ફરાર આરોપીને LCBએ પકડ્યો

સાણંદના હજારી માતાના મંદિર સામે આવેલ રાઠી રાઈસ મિલના ગેટ બહાર પાર્ક કરેલ એક બોલેરો પીકઅપ ગાડીની ગત ફેબ્રુઆરીમાં અજાણ્યા ચોચો ચોરી કરી ફરાર થયા હતા અગાઉ પોલીસે ચોરીમાં ગયેલ ગાડી સાથે 1 ઈસમને પકડ્યો હતો અને કેસમાં સંડોવાયેલ વધુ એક આરોપીને ગ્રામ્ય એલસીબીએ પકડી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર જીલ્લામાં નાસતા ફરતા/પેરોલ જમ્પ આરોપીઓને ઝડપી પાડવા માટે એલ.સી.બી.પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયા, પો.સ.ઇ. આર.બી.રાઠોડએ નાસતા/ફરતા તથા પેરોલ જમ્પ આરોપી પકડવા કવાયત હાથ ધરેલ હતી અને પેટ્રોલિંગ દરમ્યાન હે.કો.નરેન્દ્રસિંહ ચાવડા તથા પો.કો. અજીતસિંહ પઢેરીયાને મળેલ સંયુક્ત બાતમી આધારે સાણંદ પોલીસ સ્ટેશન અને મહેસાણા જીલ્લાના કડી પો.સ્ટે.ના ગુન્હાના નાસતા ફરતા આરોપી દિનેશ કિશોરભાઇ ગૌતમભાઇ મીણા ઉ.૨૨ (રહે, વિજાપુર ગુરૂકૃપા કેટરેસ મુળ રહે, નોલીગામ હાયરી પરુ રાજસ્થાન)ને ભારે જહેમતથી ઝડપી સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોડ,એલસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Social