ઘાતક ચાઇના | સાણંદના ખોરજ ગામેથી પ્રતિબંધિત ચાઇના દોરી સાથે 1 શખ્સ ઝડપાયો

સાણંદના ખોરજ ગામે એક દુકાનમાંથી પ્રતિબંધિત ચાઇના દોરીના જથ્થા સાથે એક શખ્સને સાણંદ જી.આ.ઈ.ડી.સી. પોલીસે ઝડપી પાડ્યો હતો, તેમજ મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે અને પતંગ રસિયાઓ આકાશમાં પતંગ ચગાવવા માટે થનગની રહ્યા છે. ઉત્તરાયણ પર્વમાં ચાઈના દોરીથી પશુ-પક્ષીઓ, રાહદારીઓ અને ટુ વ્હીકલ ચાલકો માટે આકસ્મિક ઘટના બનતી હોય છે જેમાં નિર્દોષ લોકોને ઇજા કે મોત થાય છે. સરકાર દ્વારા ઉત્તરાયણ પર્વમાં ચાઈના દોરીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં સાણંદ તાલુકમાં કેટલાક વ્યાપારીઓ દ્વારા સરકારના નિયમોનું નેવે મૂકી ચાઇના દોરીનું વેચાણ કરતાં હોવાનું પોલીસને ધ્યાને આવતા આવા સ્થળે રેડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

      સાણંદ જીઆઈડીસી પોલીસને બાતમી મળેલ કે ખોરજ ગામ ખાતે રહેતો હસમુખભાઈ નરોત્તમભાઈ ઠક્કર નામનો ઈસમ તેના ઘરની આગળ આવેલ તેની ક્રિષ્ના ટ્રેડર્સ માં ચાઈનીજ દોરીની રીલ (ટેલર) લઇ જાહેરમાં વેચાણ કરે છે. જેથી પોલીસે રેડ કરી હસમુખભાઈ નરોત્તમભાઈ ઠક્કરને પકડી લઈ ક્રિષ્ના ટ્રેડર્સ દુકાનમાં ટેબલના ખાનામાથી ચાઈનીજ દોરીના રીલ (ટેલર) નંગ 5 કિ.રૂ.3000/- ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે હસમુખભાઈની ચાઈનીજ દોરીના રીલ અંગે પુછતા પોતે આ ચાઇનીઝ દોરીનુ વેચાણ કરવા અર્થે લાવેલ હોવાનું જણાવતા જીઆઈડીસી પોલીસે હસમુખભાઈ વિરુદ્ધમાં જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધયો હતો.
Social