અમદાવાદના ઘોડાસરમાં
વહેલી સવારે ગાડીઓ ભડભડ સળગી : લોકોમાં નાસભાગ

સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર રોડ પર આવેલા આલોક પુષ્પક બંગ્લોઝમાં પાર્ક કરેલી ગાડીઓમાં વિશાળ આગ લાગી હતી. વહેલી સવારે આગ લાગતા સ્થાનિક જાગી ગયા હતા. આગને પગલે લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.ઘટનાની ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતા બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગાડીમાં લાગેલી આગ વધુ ફેલાઈને અન્ય ત્રણ ગાડીને પણ ઝપેટમાં લઈ લીધી હતી. ફાયરબ્રિગેડની ટીમે આગને કાબુમાં મેળવી લીધી હતી. આગ એટલી વિકરાળ થઈ ગઈ હતી કે તેની જાળ બંગલા સુધી પહોંચી ગઈ હતી. જોકે, રહીશો પહેલા જ બહાર નીકળી ગયા હતા.

આ અંગેની ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના ઘોડાસર વિસ્તારમાં આલોક પુષ્પક બંગ્લોઝમાં વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ એક ગાડીમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. જેથી ફાયરબ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. આલોક પુષ્પક બંગ્લોઝની ગલીમાં પાર્ક કરેલી એક ગાડીમાં આગ લાગી હતી. જે આગ વધતા અન્ય ત્રણ ગાડીઓ પણ આગની જપેટમાં આવી ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ આગે વિકરાણ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. એક બાદ એક એમ ચાર ગાડીઓ ભડભડ સળગી ઊઠી હતી.

Social