સંખેડામાં છાત્રાની છેડતીના કેસમાં બે સૌરાષ્ટ્ર અને એક અમરાપુરથી ઝડપાયો

સંખેડા તાલુકાના કુન્ડિયા ગામની છ જેટલી વિદ્યાર્થીનીઓ ચાલુ પિકઅપ ગાડીએ છેડતી થતા કૂદી પડવાના બનાવ સંદર્ભે પોલીસ વધુ ત્રણ આરોપી ઝડપી કાઢ્યા હતાં. કુલ પાંચ આરોપીઓ પોલીસે ઝડપી પાડ્યા હતાં. જોકે હજી એક આરોપી પરેશ કિરણ ભીલને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે. ગત તા.2 જાન્યુઆરીના રોજ કોસિંન્દ્રા ટી.વી.વિદ્યાલયથી કુન્ડિયા ગામના વિદ્યાર્થીઓ છૂટીને જતા હતા.તે વખતે કેટલાક વિદ્યાર્થીઓ પિકઅપમાં બેઠા હતા.જેમાં એક વિદ્યાર્થિની સાથે છેડતી થતા એક પછી એક એમ છ જેટલી છોકરીઓ બહાદુરીપૂર્વક ચાલુ પિકઅપ ગાડીએ કૂદી પડી હતી. આગળ જતાં પિકઅપ ગાડી પલટી ગઈ હતી. એમાંથી પાંચ શખ્સો ભાગી ગયા હતા.એક સ્થળ ઉપરથી જ ઝડપાઈ ગયો હતો. બાકીના આરોપીઓના નામ તપાસ દરમિયાન ખુલતા પોલીસે વિવિધ ટીમો બનાવીને આરોપીઓને પકડવા માટે કાર્યવાહી કરી હતી.જેમાં એક આરોપી બુધવારે ઝડપાયો હતો. બીજા ત્રણ આરોપીઓ પૈકી બે સૌરાષ્ટ્ર અને એક સંખેડા તાલુકાના અમરપુરા ગામેથી પકડાયો હતો. આમ, આ મામલે પોલીસે અત્યાર સુધી પાંચ આરોપીઓને ઝડપી કાઢ્યા છે. જ્યારે હજીય એક આરોપી પરેશ કિરણ ભીલને પકડવા માટે પોલીસ ટીમ તપાસ કરી રહી છે.

Social