શાહીબાગના સરદાર સ્મૃતિ ભવનને સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ઇ-મેઇલથી ધમકી, સ્કૂલનો કાર્યક્રમ મોકૂફ

સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં શાહીબાગના સરદાર સ્મારકને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસે તપાસ હાથ ધરી છે. સાથે જ ધમકી ભર્યો મેઇલ અંગે સાયબર ક્રાઈમે વધુ તપાસ શરૂ કરી છે. જોકે, પોલીસ તપાસમાં આ મેઇલ માત્ર અફવાહ હોવાનું માની રહી છે. તેમ છતાં પોલીસ સલામતીના તમામ પગલાં લઈ રહી છે. સૂત્રોએ વધુમાં કહ્યું કે શાહીબાગના સરદાર સ્મારકના મેઈલ આઇડી પર મેઈલ કરી અમદાવાદ સહિત દેશભરમાં રહેલા સરદાર સ્મારક અને મહત્વની જગ્યા ઉપર બ્લાસ્ટની ધમકી આપી હતી. જે મેસેજ મળતા સ્થાનિક પોલીસ, એસ.ઓ.જી ક્રાઈમ બ્રાન્ચ અને બીડીડીએસની ટીમો દ્વારા સમગ્ર સ્મારકમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

Social