સાણંદના માધવનગર નજીક રિક્ષામાં મહિલાને રૂમાલ સુંઘાડી બેભાન કરી રૂ.3.20 લાખના દાગીનાની લૂંટ કરાઈ

       સુરેન્દ્રનગર માતાજીનું હવનમાં જવા ઓટો રિક્ષામાં નીકળેલી ઘાટલોડિયાની મહિલાને સાણંદના માધવનગર નજીક રિક્ષામાં સવાર 5 શખસે રૂમાલ સુંઘાડી પહેરેલા આશરે 9 તોલા સોનાના દાગીના તેમજ રૂ.4000ની રોકડ લૂંટી દસક્રોઈ તાલુકાના ઓડ ગામની સીમમાં બેભાન અવસ્થામાં છોડી દઈ નાસી છુંટ્યા હતા. સમગ્ર મામલે અસલાલી પોલીસે તપાસ હાથ ધરી છે
      સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં રહેતા 50 વર્ષીય દેવુબેન ઝાલાભાઈ વિરમભાઈ ભરવાડ બામરણા, તા.પાટડી, જિ.સુરેન્દ્રનગર ખાતે માતાજીના હવનમાં જતાં  હોવાથી શરીરે સોનાના વીડલા, સોનાની શેર સાથે પોખાનિયુ, પાટી પારો, ભગવાનનું ચરણ, નાકની ચુની, કાનના મસ્કનીયા આશરે નવેક તોલા વજનની સોનાના ઘરેણાં પહેરી ભત્રીજાની રિક્ષામા બેસી આંબલી બોપલ ગયા હતા. ત્યાંથી બીજી રિક્ષામાં શાંતિપુરા સર્કલ ખાતે ઉતરી એક વિરમગામ જતી રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં ડ્રાઇવરની પાસે 2 પુરુષો બેઠેલા તથા બે મહિલાઓ પાછળની સીટે બેઠેલા હતા. રિક્ષાનો ચાલક રિક્ષા સાણંદ થઈ વિરમગામ તરફ લઈ જતો હતો. ત્યારે  સાણંદ પસાર કરી માધવનગર આવી હતી.
        જયારે મહિલા ભાન આવી ત્યારે રાત્રીનો સમય હતો અને ઓડ ગામની સીમમાં આવેલ અવાવરૂ જગ્યાએ હતી. શરીરે પહેરેલ દાગીના તેમજ રૂ.4000 રોકડ હતી નહીં. આમ નવ તોલા દાગીના અને રોકડ લૂંટાઈ ગયાનું ભાન થતાં આજુબાજુના માણસોને વાત કરતા મહિલાના ઓડ પાસે પીપળજ ગામના અમદાવાદ રહેતાં જમાઈને જાણ કરતા તેઓ આવી ગયા હતા. 
       આમ મહિલાના રૂ.3.20 લાખના દાગીના રૂ.4000ની રોકડની લૂંટ બાદ અજાણ્યા રિક્ષાચાલક, રિક્ષામાં સવાર 2 પુરુષ અને 2 મહિલા મળી કુલ 5 વિરુદ્ધ અસલાલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અસલાલી પોલીસે તપાસ હાથ ધરી છે. રિક્ષા માધવનગર પહેલા આવતી કેનાલ પાસે કાચો રોડના નેળીયા તરફ વાળતાં રિક્ષાવાળાને મહિલાએ કહ્યું હતું કે આ બાજુ શું કામ લઈ જાવ છો? કહેતાં રિક્ષાચાલક કહેવાં લાગેલો કે મારી રિક્ષા નવી છે અને કોઈ પોલીસ ઉભી હશે તો મને પકડી લેશે. થોડે આગળ જતાં રિક્ષામાં બેસેલા માણસોમાંથી કોઈએ મહિલાના મોઢાના ભાગે રુમાલથી કઈક સુંઘાડતા મહિલા બેભાન થઇ ગઇ હતી. ત્યારબાદ આ રિક્ષા કઇ બાજુ લઇ ગયેલા તેની મહિલાને ખબર નહોતી હોવાનું સૂત્રોએ કહ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
Social