અમદાવાદમાં 70 વર્ષના પતિએ શંકા રાખી પત્નીની ગાડીમાં GPS લગાડ્યું, સાયબર ક્રાઈમે ધરપકડ કરી

પતિ પત્ની વચ્ચે નાની મોટી ટકરાર થતી હોવાના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે, પરંતુ ઉંમરના પડાવે જ્યારે એક સિનિયર સિટીઝન તેની પત્ની પર શંકા કરે ત્યારે આવી વાત ભલભલાને ચોંકાવી દે છે. અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 70 વર્ષના એક વૃદ્ધ તેમની પત્ની પર શંકા કરીને તેમની કારમાં GPS લગાવી દીધું હતું. GPS લગાવ્યા બાદ તે ક્યાં જતા હતા તેને ટ્રેક કરતા હતા. પરંતુ તેમની પત્નીએ કાર સર્વિસમાં મુકી અને જીપીએસ ટ્રેકર સામે આવ્યું ત્યારે ખબર પડી કે તેમની કોઈ જાસૂસિ કરી રહી છે. મહિલાએ આ સમગ્ર GPS અંગેની વિગત અમદાવાદ સાયબર ક્રાઈમને આપી અને ખબર પડી કે તેમનો પતિ છેલ્લા ત્રણ મહિનાથી તેમને ટ્રેક કરી રહ્યો હતો. હાલ અમદાવાદ સાયબર ક્રાઈમે તેની ધરપકડ કરી છે.

Social