સાણંદના મટોડા નજીક પાર્ક કરેલ બાઇકની ઉઠાંતરી

સૂત્રોના જણાવ્યા અનુસાર બાવળામાં રહેતા સુમનભાઇ રાજુભાઇ પ્રજાપતી સાણંદના મટોડા પાટીયા પાસે આવેલ ઈન્ટાસ કંપનીમાં છેલ્લા બે વર્ષથી નોકરી કરે છે ગઈ તા.28 ડિસેમ્બરે તેઓ બાઇક લઈ નોકરીએ જવા નીકળ્યા હતા અને સુમનભાઇએ બાઇક ઇન્ટાસ કંપનીની બહાર પાર્ક કરી કંપની માં નોકરીએ ગયેલ અને નોકરીનો સમય પુરો કરી સાંજ પરત આવતા કંપનીની બહાર પાર્ક કરેલ જગ્યાએ બાઇક હતું નહીં સુમનભાઇએ આજુ-બાજુમાં તપાસ કરતા બાઇક મળ્યું ન હતું આશરેરૂ. 25 હજારની કિંમતના બાઇકની કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર મામલે તેઓએ ચાંગોદર પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

Social