લોકસભાની પહેલા સાણંદમાં 4654 મતદારો ઉમેરાયા

ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સહિત સાણંદમાં 27 ઓક્ટોબરથી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરી ગત તા. 9 ડિસેમ્બરે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સંપન્ન કર્યો હતો. જેમાં અરજદારોએ મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા અંગે ફોર્મ ભર્યા હતા. તેવા સાણંદમાં 4654 મતદારોનો વધારો થયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત થયેલ કામગીરી બાદ સાણંદમાં 4654 મતદારોનો વધારો થયો છે. વધારો થયા બાદ મતદાર યાદીમાં 147839 પુરુષ, 140627 સ્ત્રી અને 6 અન્ય મળી કુલ 288472 મતદારો નોંધાયા છે. ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત સાણંદના મતદાન મથકો ખાતે 294 બીએલઓ બુથ પર હાજર રહી મતદારયાદીમાં નવા નામ નોંધણી, મરણ, સ્થળાંતર, ડુપ્લિકેશન નામ કમી સહિતની કામગીરી હાથ ધરી હતી.
અંત્રે ઉલ્લ્ખેનીય છે કે, હજી પણ પાત્રતા ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની મોબાઈલ એપ્લીકેશન Voter Helpline App અને https://voterportal.eci.gov.in ઉપર ઓનલાઈન પણ ફોર્મ ભરી શકશે અને પોતાના નામની ચકાસણી પણ કરી શકશે. જો નામ ન હોય તો ઉપર જણાવ્યા મુજબ ઓનલાઈન અરજી કરી શકશે અને સબંધિત મતદાર નોંધણી અધિકારી અથવા તો કલકેટર કચેરીએ પોતાના વિસ્તારના બીએલઓ નો સંપર્ક કરી અરજી કરી શકશે.

Social