શ્રી ખોડલધામ ગ્રાઉન્ડ નિકોલ ખાતે સ્નેહમિલન યોજાયું

    શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના માટે નરેશભાઈ પટેલે અમદાવાદના નિકોલનો પ્રવાસ કર્યો હતો.નિકોલમાં શ્રી ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશાળ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જ્યાં લોકોએ ઉપસ્થિત રહીને નરેશભાઈ પટેલનું ભવ્ય સ્વાગત-સન્માન કર્યું હતું. આ તકે નરેશભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલની અંગેની માહિતી આપી હતી અને સૌને કેન્સર હોસ્પિટલના ભૂમિદાન અભિયાનમાં જોડાવા માટે હાકલ કરી હતી.
Social