ગાંધીનગર બસ સ્ટેન્ડમાં બે મુસાફરોના મોબાઈલ ચોરાયા

ગાંધીનગરમાં મોબાઈલ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. ભૂતકાળમાં પણ ગાંધીનગરના બસ સ્ટેન્ડમાંથી અનેક મુસાફરોના મોબાઈલ ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે. મોબાઈલ ચોરતી ગેંગ ફરી સક્રિય બની હોય તેમ જણાઈ રહ્યું છે. વધુ બે ચોરીની ફરિયાદ બે મુસાફરોએ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. મહેસાણા બે મુસાફરોના અલગ અલગ દિવસે બસમાં ચઢતી વખતે મોબાઈલ ચોરી થયા હતા. ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

સૂત્રો પાસે મળતી માહિતી મુજબ મહેસાણાના વિસનગર ખાતે રહેતા ધ્રુવકુમાર ખોડાભાઈ પટેલ અમદાવાદ ત્રાગડ ખાતે આવેલી કંપનીમાં નોકરી કરે છે. ગાંધીનગર ખાતે પહોંચી બસમાં અપ-ડાઉન કરે છે. બે દિવસ પહેલા તેઓ નોકરી પુર્ણ કરી અમદાવાદથી ગાંધીનગર એસ.ટી. ડેપો ખાતે આવ્યા હતા અને વિસનગર જવા માટે ડેપોમાં પ્લેટફોર્મ નં.૦૩ ઉભા હતા દરમિયાન દરમ્યાન બાપુનગરથી વિસનગર જતી બસ આવતા બસમાં ચઢવા જતાં ભીડનો લાભ લઈને કોઈ ઇસમે તેમના ખિસ્સામાથી મોબાઇલની ચોરી કરી લીધી હતી. બસમાં ચઢ્યા બાદ તપસતા મોબાઈલ જણાઈ આવેલ નહિ. બસમાં શોધખોળ કરતાં મોબાઈલ મળી આવ્યો ન હતો તેથી આ અંગે તેમણે અજાણ્યા ઈસમ સામે ચોરીની ફરિયાદ દાખલ કરાવી છે.

Social