અમદાવાદ SOGએ શાહપુરમાંથી ડ્રગ્સ જપ્ત કરી વટવામાંથી કફ સિરપની બોટલ સાથે 1 મહિલા સહિત 2ની અટકાયત કરી

સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ SOGએ બાતમીના આધારે શાહપુર શંકરભુવનના છાપરા પાસેથી અમલ હલદાર નામના આરોપીને મેકેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડયો છે. આરોપી પાસેથી 10.260 ગ્રામ ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. જેની કિંમત 1,02,600 રૂપિયા છે. આરોપી આરીફ પઠાણ નામના આરોપી પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો. SOGએ આરીફની શોધખોળ હાથ ધરી છે.
SOG ક્રાઇમે બાતમીના આધારે વટવા કેનાલ રોડ પાસેના મકાનમાંથી સુરૈયાબાનું પઠાણ અને અબ્દુલ પઠાણને કફ સિરપ વેચતા ઝડપી પાડયા હતા. આરોપીઓ ઘરેથી જ કફ સિરપનો ધંધો કરતા હતા. આરોપી પાસેથી 92 કફ સિરપની બોટલ મળી આવી હતી. જેની કિંમત 12420 રૂપિયા છે. આરોપીઓ જુહાપુરાના સાબિર પઠાણ પાસેથી કફ શીરપ ખરીદતા હતા. SOGએ બે આરોપીની ધરપકડ કરીને સાબિર ખાનની શોધખોળ હાથ ધરી છે.

Social