શાહીબાગમાં યુવકની હત્યા : માત્ર 100 રૂપિયા ઉછીના આપવાનો ઈન્કાર કર્યો હતો

શાહીબાગમાં એક યુવક પાસે તેના ઓળખીતા શખ્સે 100 રૂપિયા ઉછીના માંગ્યા હતા જો કે યુવકે તેને રૂપિયા આપવાનો ઈન્કાર કરતા ઉશ્કેરાયેલા શખ્સે યુવકને ચપ્પુનો જીવલેણ ઘા ઝીંકી દેતા યુવકનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.

આ અંગે મૃતકના કાકાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા કરી નાસી છુટેલા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Social