ઊંઝાના દાસજ ગામે દુધાળા પશુઓને પ્રતિબંધિત ઇન્જેક્શનની દવાઓ આપતા ઈસમ પકડાયો

સૂત્રોના જણાવ્યા અનુસાર મહેસાણા એસઓજી ટીમને બાતમી મળી હતી કે દાસજ ગામે ગોગા મહારાજા ના મંદિર સામે તળાવની કિનારે દેવીપૂજક વાસમાં રહેતો દિલીપ ભાઈ સુરેશભાઈ દેવી પૂજક ગેરકાયદેસર રીતે દુધાળા પશુઓના દૂધ દોહવાના ઇન્જેકસનમા વપરાતી દવાની બોટલો રાખી વ્યાપર કરતો હોવાની જાણ પોલીસને થતા એસઓજી ટીમે દરોડો પાડી આરોપી ને ઝડપી લીધો હતો. ઝડપાયેલા ઈસમ દુધાળા પશુઓને દૂધ દોહવા માટે ઇન્જેકસનમા વપરાતી પ્રતિબંધિત દવાની 150 બોટલો તેની પાસેથી પોલીસે કબ્જે કરી હતી.સમગ્ર કેસમાં પોલીસે 15000 કિંમતની બોટલો કબ્જે કરી દેવીપૂજક દિલીપ ભાઈ ને ઝડપી વધુ તપાસ માટે ઊંઝા પોલીસને સોંપવામાં આવ્યો છે.

Social