રાજકોટમાંથી અજાણી યુવતીની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી

      સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરના અમદાવાદ હાઇવે પર બામણબોર નજીક ગુંદાળા ગામની સીમમાં વીડી વિસ્તારમાંથી ગઈકાલે શનિવારે આશરે ૩૦ થી ૩૫ વર્ષની અજાણી યુવતીની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. એરપોર્ટ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી હતી.પણ ઓળખ હજુ મળી નથી. યુવતીને શરીરે છરીના કે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પતાવી દેવામાં આવી હતી . હત્યા અન્ય સ્થળે કરી લાશ અહીં ફેંકી દેવામાં આવ્યાની પણ શકયતા હોઈ પોલીસે હાઇવે પરના સીસીટીવી ચેક કરવા તપાસ શરૂ કરી છે.
Social