બોળ ગામે પાર્ક 2 ટ્રેક્ટરોને અજાણ્યા 2 ઇસમોએ પેટ્રોલ છાંટી સળગાવી ફરાર

સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ તાલુકાનાં બોળ ગામ રહેતા જીગ્નેશભાઇ શામજીભાઈ પ્રજાપતિ જી.આઇ.ડી.સીમાં કંપનીઓમાં ચોખ્ખા પાણીના સપ્લાયર્સ તરીકે ધંધો કરે છે અને રાત્રીના આશરે દશેક વાગ ત્રણેય ટ્રેક્ટરો તેઓના વરંડામાં પાર્ક કરી અને ડ્રાઇવરો પોત પોતાના ઘરે જતા રહ્યા હતા, સવારે ડ્રાઇવરે ટ્રેક્ટર લઈ કંપનીમાં જવા પહોચ્યો ત્યાર બનાવની જાણ થતાં ઘટના અંગે જીગ્નેશભાઇને જાણ કરી કે વરંડામાં મુકેલ ત્રણેય ટ્રેક્ટરમાંથી બે ટ્રેક્ટર સળગી ગયેલ છે, જેથી જિગ્નેશભાઈ તાત્કાલિક દોડીને વરંડામાં તપાસ કરતાં અલગ અલગ કંપનીના 2 ટ્રેક્ટર સળગી ગયેલ હાલતમાં હતા અને તેની બાજુમાં એક કેરબો મળી આવ્યો હતો.વળી આજુ બાજુ પેટ્રોલની ખુબ જ દુર્ગંધ આવતી હતી જેથી કોઇ અજાણ્યા માણસોએ આશરે રૂ.5.50 લાખના બંન્ને ટ્રેક્ટર પર પેટ્રોલ છાંટી સળગાવી નુકશાન કરી ફરાર થઈ ગયા હતા.
જિગ્નેશભાઈએ ગામ પંચાયતના અને અન્ય સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતાં રાત્રીના આશરે બે વાગે બે અજાણ્યા માણસોના મોઢા ઉપર કપડુ બાંધી એક ઇસમના હાથમા એક કેરબો તથા બીજ ઇસમના હાથમા બે કેરબા લઈ બોળ ગામના પાછળના રસ્તાથી બજારમાં આવી ગ્રામ પંચાયત આગળના ચોકમાં થઇ ઘર તરફ જતા હોવાનું સામે આવતા સમગ્ર મામલે જીગ્નેશભાઇ પ્રજાપતિએ જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ કરતાં અજાણ્યા ઇસમો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

Social