બોપલમાં જમીન ખરીદી બાદમાં કેન્સલ કરી ખેડૂત પાસે ડબલ પૈસા પરત માંગી ટોર્ચર કરતાં 8 સામે ફરિયાદ

બોપલમાં 8 શખસે ભેગા મળીને જમીન ખરીદવાનું નક્કી કરી બાદમાં કેન્સલ કરીને ખેડૂત પાસે રૂપિયા પરત માંગ્યા હતા. જે બાદ ત્રણ ટકાના વ્યાજે 4.10 કરોડ આપીને તેની સામે 9.68 કરોડ વસૂલવા માનસિક ટોર્ચર કરીને જમીનના દસ્તાવેજ કરાવી લીધા હતા. એટલું જ નહીં ખેડૂતની જાણ બહાર જમીનના વેચાણ દસ્તાવેજ કરી જમીન બારોબાર અન્યને વેચી નાખીને પચાવી પાડી હતી. આ અંગે ખેડૂતે 8 શખસ સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Social