ગ્રામ્ય SOGએ સસ્તુ સોનુ આપવાની લાલચ આપીને ઠગાઈ કરતી ગેંગને ઝડપી પાડી

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બાતમીના આધારે શેરખાન નોડે, શક્તિસિંહ ગોહિલ, વિષ્ણુ મસાણી, અંકિત પારેખ અને પ્રકાશ લાંચા નામના પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 300 ગ્રામના સોનાના બિસ્કીટ ખોટા, અન્ય ધાતુના સોનાની વરખ ચડાવેલા 118 નંગ બિસ્કીટ, મોબાઈલ, રોકડ, બે ફોર વ્હીલર ગાડી સહિત 24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપીઓ વચેટિયા મારફતે ભોગ બનનારને ઓછા પૈસામાં સોનું આપવાની લાલચ આપી શરૂઆતમાં સાચું સોનું આપીને પ્રમાણિક વ્યવહાર કરતા હતા. ત્યારબાદ સામેવાળાના વિશ્વાસ જીતીને તેને વધું સોનું ખરીદવાની લાલચ આપતા હતા. વધુ સોનું ખરીદવા સામેવાળા પાસેથી મોટી રકમ લઈને ખોટું સોનું પધરાવી દેતા હતા. આમ અનેક લોકોને આરોપીઓએ છેતર્યા છે. આરોપી પૈકી શેરખાન સામે ભુજ, નખત્રાણા, સરખેજ, ગારીયાધાર, ખેડા સહિતના જિલ્લાઓમાં ગુના નોંધાવી ચૂક્યા છે.

Social