બાકરોલ ગામની સીમમા 3.31 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો

કણભા પોલીસ સ્ટેશનની હદનામાં આવતા બાકરોલ ગામની સીમમાં આવેલ કષ્ટભંજન કાંટા સ્વર્ણિમ એસ્ટેટ ખાતે મયંક પટેલ સાહેબ સબ ડીવીઝનલ મેજી. દસકોઇ પ્રાંત તથા નિલમ ગોસ્વામી નાયબ પોલીસ અધિક્ષક સાણંદ વિભાગ સાણંદ તથા શ્રી ટી.સી.ઠાકોર ઇન્સપેકટર નશાબંધી અને આબકારી વિભાગ તેમજ એમ.એ.વાઘેલા પોલીસ ઇન્સપેકટર અસલાલી પોલીસ સ્ટેશન તથા કે.એમ.પ્રિયદર્શી પોલીસ ઇન્સપેકટર વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન તથા જે.યુ.કલોત્રા પોલીસ સબ ઇન્સપેકટર કણભા પોલીસ સ્ટેશન નાઓની હાજરીમા ભારતીય બનાવટનો વિદેશી પરપ્રાન્તીય દારૂના જથ્થાનો નાશ કરવામા આવ્યો જેમા અસલાલી પોલીસ સ્ટેશનના ૪૧ ગુનામા ૪૧૦૦૭ બોટલ કિં.રૂ.૧,૫૨,૪૭,૮૩૫/- તેમજ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના ૨૨ ગુનામા ૩૫૩૫૦ બોટલ કિં.રૂ. ૮૭,૫૮,૨૭૦/- તેમજ કણભા પોલીસ સ્ટેશનના ૬૨ ગુનામા ૪૬૫૨૬ બોટલ કિં.રૂ. ૯૧,૩૭,૧૭૦/- જે કુલ ત્રણેય પોલીસ સ્ટેશનની મળી કુલ ૧૨૫ ગુનાઓની ૧,૨૨,૮૮૩ બોટલની જેની કુલ કિં.રૂ. ૩,૩૧,૪૩,૨૭૫/- ના મુદ્દામાલનો નાશ કરવામા આવ્યો છે.

Social