નાના ચિલોડા પાસેથી 392 બોટલ પકડાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીએ આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના પી.આઈ આર. જી ખાંટ સહિત ટીમે અમદાવાદના નાના ચિલોડા ભાટ ટોલનાકા પાસેથી દારૂની 392 બોટલ ભરેલી કાર સાથે ભાવેશ મેવાડાને ઝડપી લીધો હતો. ભાવેશ ઓઢવના એક ખૂનના ગુનામાં આજીવન કેદ ભોગવી રહ્યો હતો, પરંતુ તે પેરોલ પર છૂટ્યા બાદ હાજર થયો ન હતો. આ દારૂ ઓઢવના બુટલેગર રાજેન્દ્રસિંહ સોલંકી, સુરજ સોનીએ મગાવ્યો હતો.નરોડા પોલીસમાં 3 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Social