અસલાલીમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો એક ઈસમ પકડાયો : 10 રીલ જપ્ત

સૂત્રોના જણાવ્યા અનુસાર અસલાલી પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે કાસીન્દ્રા ગામમાં પાન પાર્લરનો માલિક છૂપી રીતે ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો છે, જેના આધારે પોલીસે ખોડિયાર પાન પાર્લરમાં દરોડો પાડી તપાસ કરી હતી. આ દરમિયાન પોલીસે એક કપડાંના થેલાની તપાસ કરતા ચાઇનીઝ દોરીનાં 10 રીલ મળી આવ્યાં હતાં. આથી પોલીસે ચાઇનીઝ દોરીના રીલ જપ્ત કરી દુકાન માલિકની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ નીતિ પ્રજાપતિ હોવાનું જણાવ્યું હતુંં. આ સાથે જ પોલીસે આ ચાઇનીઝ દોરીનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તેની સઘન પૂછપરછ કરી હતી.

Social