સેટેલાઇટની મહિલાને માધવનગર પાસે બેભાન કરી લૂંટ કેસમાં સાણંદના 3 સહીત મહમદાવાદનો એક પડકાયો

તાજેતરમાં અમદાવાદની મહિલાને રિક્ષામાં રૂમાલ સુંઘાડી બેભાન કરી, 9 તોલાના દાગીના અને 4500ની રોકડ લૂંટી ઓડ ગામની સીમમાં છોડી દેનાર એક મહિલા સહિત 4 ઇસમને અસલાલી પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસતાં રિક્ષા નંબરને આધારે લૂંટારૂઓ ઝડપ્યા હતા. પતિ-પત્ની, સાળો અને મિત્ર એમ 4 જણની ટોળકીએ મહિલાને બેભાન કરી લૂંટી હતી.

ગુનાની ગંભીરતા ધ્યાને લઈ પીઆઇ એમ.એ.વાઘેલાએ ચોરીમાં ગયેલા મુદ્દામાલ તેમજ ચોર ઇસમોને શોધી કાઢવા પોલીસની અલગ અલગ ટીમો બનાવી પ્રથમ શાંતિપુરા સર્કલથી સાણંદ તરફ જતા રૂટના આશરે – 100 જેટલા સીસીટીવી ચેક કરાવતાં રિક્ષામાં મેં ફરીયાદી બહેન તેમજ તેમની સાથેના 4 ઇસમ ફુટેજમાં દેખાયા હતા. જેથી આગળના 5 રૂટના સીસીટીવી ફુટેજ ચેક કરતાં ચોરીમા વપરોયેલી રિક્ષાનો નંબર જણાઈ આવતાં રિક્ષાના માલિક નટવરભાઈ ચુનારાની (રહે.લેખંબા, તા.સાણંદ) હોવાનું જણાઈ આવતાં રિક્ષામાલિકની સધન પૂછપરછ કરતાં રિક્ષા તેનો ભાણો ઉર્ફે ભોલીયો (રહે.સાણંદ)ને ફેરા કરવા માટે આપેલી હોવાની સામે આવતા
તાત્કાલીક એક ટીમ સાણંદ પોલીસ ચોકીની સામે કોલટ રોડ પર બાપા – સીતારામની મઢી ખાતે અમરતભાઇ ઉર્ફે ભોલાને ઝડપી – પાડયો હતો. તેની પુછપરછ કરતા આ ચોરીને અંજામ આપવા માટે તેની સાથે તેની પત્ની તેજલ તેમજ તેનો સાળો અજય તથા મિત્ર સંજયની સાથે મળી લૂંટને અંજામ આપેલ હોવાનું કબુલાત કરી હતી. જે આધારે બાકીના આરોપીઓની તપાસ =કરાવી તેઓને સાણંદ ખાતેથી ઝડપી પાડયા હતા. તમામને અટક કરી ચોરીમાં વપરાયેલ રૂ. 3 લાખની રિક્ષા તેમજ ચોરીમાં ગયેલા |રૂ.3.60 લાખના સોનાના દાગીના તેમજ રૂ.4500 મળી કુલ રૂ.6.64 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા – આરોપીઓમા અજયભાઈ મફાભાઈ ચુનારા (રહે.મહેમદાવાદ) ઉપરાંત બાકીના 3 સાણંદમાં રહેતાં અમરતભાઈ ઉર્ફે ભોલીયો ચુનારા તેજલ ચુનારા, સંજયભાઇ – ઉર્ફે લલીયો દેવીપુજકનો સમાવેશ થાય છે.

Social