ઓટો હબ સાણંદ બનશે હવે દેશનું પાવર હાઉસ

ઓટો હબ તરીકે સમગ્ર વિશ્વમાં નામના મેળવી ચૂકેલું સેટેલાઈટ સિટી સાણંદ હવે દેશનું પાવર હાઉસ બનશે. આજે યોજાયેલ વાઇબ્રન્ટ સમિટ માં સુઝુકી અને ટાટા બંને કંપનીઓએ આવનારા વર્ષોમાં જેનું ભવિષ્ય છે એવા એ વિકલ્પમાં અત્યંત જરૂરી એવી લિથિયમ બેટરીના બે મેગા પ્રોજેક્ટ સાણંદ જીઆઇડીસી માં નાખવાનું નક્કી કરતા સાણંદ જીઆઇડીસી સમગ્ર વિશ્વમાં ચમકી જશે. સાણંદમાં ભરપૂર રોજગારીની તકોનું સર્જન થશે અને સાણંદનું અર્થતંત્ર વધારે ધબકતું થશે. સાણંદમાં વિપુલ રોજગારીની તકોને કારણે સાણંદ રેસીડેન્સીયલ હક્ક તરીકે પણ ઉભરી રહ્યું છે ત્યારે રિયલ એસ્ટેટ ડેવલોપર્સ માટે આ ખુશીના સમાચાર છે.

Social