ઝાંપ ગામે ભેસનું મળ રસ્તા પર ન આવે તે માટે ખાડો કરવાનું કહેતા પાડોશેએ પતિ પત્નીને માર માર્યો

સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદના ઝાંપ ગામે રહેતા વિનોદભાઇ ચંદુભાઇ ગોહેલ પરિવાર સાથે રહે છે અને વિનોદભાઇ ગામમાં દુધ લઇને પાછા ઘરે આવતા હતા તે દરમ્યાન તેઓના પાડોશી ખેંગારભાઇ વિસાભાઇ કો.પટેલની ભેસોનું મળ/મુત્ર રસ્તા વચ્ચે આવતું હતું જેથી વિનોદભાઇએ ખેગારભાઇ ને કહેલ કે ભાઈ આ તારી ભેસોનું મળ/મુત્ર રસ્તા વચ્ચે આવેલ છે અને રસ્તો ખરાબ થાય છે જેથી રસ્તા ઉપર ચાલે એવુ રહેતું નથી, જેથી તું એક નાનો ખાડો કરી દેતો ભેસો નું મળ/મુત્ર રસ્તા વચ્ચે ના આવે એમ કહેતા ખેગારભાઇએ વિનોદભાઇને ગાળો બોલી ગડદાપાટુ નો માર માર્યો હતો અને ખેંગારભાઈનું ઉપરાણું લઇને રમેશભાઈ વિસાભાઇ તથા મહેન્દ્રભાઇ રમેશભાઈ આવેલા માર મારવા લાગેલા જેથી વિનોદભાઇની પત્ની તેઓને માર માંથી છોડાવવા માટે ગયા ત્યારે ખેંગારભાઈએ જયાબેનને પેટમાં પાટુ મારતા પડી ગયા હતા અને થોડીવાર પછી સંજયભાઇ રમેશભાઈ તથા નરેશભાઇ શામજીભાઈ વિનોદભાઇના ઘરે આવી ધમકીઓ આપી હતી. બનાવમાં મહિલાને પેટમાં વધારે દુખાવો થતા બાવળાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા સમગ્ર ઘટનાને લઈને જયાબેન વિનોદભાઇ ચંદુભાઇ ગોહેલએ નળ સરોવર પોલીસ સ્ટેશનમાં ઉપરોકત 5 ઇસમો સામે ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધયો હતો.

Social