સાણંદની બજારમાં આ વર્ષે પતંગ દોરીની કિંમતમાં 15 થી 20 ટકાનો વધારો : છેલ્લી ઘડીએ ખરીદી નીકળશે તેવી આશ

ઉતરાયણના તહેવાર ગણતરીના દિવસો બાકી રહ્યા છે સાણંદમાં ઉતરાયણ પર્વ મનાવવામાં લોકો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં આ વર્ષે વિવિધ રંગની પતંગો ઉપરાંત જુદી જુદી દોરીઓનું આગમન થયું છે. છતાં બુધવાર સાંજ સુધી બજારમાં ચહલપહલ જોવા મળતી નથી. જેને લઈને પતંગ અને દોરાનું વેચાણ કરતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે. સાથે સાથે આ વર્ષે આશરે 15 થી 20 ટકા જેટલો પતંગમાં વધારો થયો હોવાનું વેપારીઓ જણાવ્યુ હતું.
અગાઉના વર્ષોમાં ઉત્તરાયણના એક માસ પૂર્વે જ યુવાનો પતંગ ઉડાડવા તેમજ દોરી લેવામાં વ્યસ્ત બની જતા અને પતંગો ઉડાડવાનો પ્રારંભ પણ કરી દેતા હતા પરંતુ હાલનો મોબાઈલના યુગમાં ઉત્તરાયણના તહેવાર યુવાવર્ગ નીરસ બનતો હોય તેમ વેપારીઓને લાગી રહ્યું છે, આ વર્ષે સાણંદની બજારમાં બરેલી,સુરતી દોરાની માંગ વધી છે વળી વિવિધ સૂત્રોવાળી પતંગોમાં આઈ લવ ઇન્ડિયા, હેપ્પી ન્યુ યર 2024 લખેલાં લખાણ વાળી પતંગો તેમજ બાળકો માટે કાર્ટૂન, છોટાભીમ, બાર્બીડોલ જેવી પતંગો બજારમાં વેચાણ માટે ફેવરિટ બની છે. સાણંદના નટરાજ સીઝનેબલના વેપારીએ કહ્યું કે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પતંગમાં 20 ટકા જ્યારે દોરીમાં 15 ટકા જેટલો વધારો છે સાથે છેલ્લી ઘડીએ ખરીદી નીકળશે તેવી વેપારીઓએ આશ લગાવીને બેઠા છે.

Social