સાણંદ અને ચાંગોદર પોલીસે વેપારીઓ અને લોકોને ચાઇના દોરી ન વાપરવા અપીલ

ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને પતંગ રસિયાઓ આકાશમાં પતંગ ચગાવવા માટે થનગની રહ્યા છે. ઉત્તરાયણ પર્વમાં ચાઈના દોરીથી પશુ-પક્ષીઓ, રાહદારીઓ અને ટુ વ્હીકલ ચાલકો માટે આકસ્મિક ઘટના બનતી હોય છે જેમાં નિર્દોષ લોકોને ઇજા કે મોત થાય છે. ત્યારે સરકાર દ્વારા ઉત્તરાયણ પર્વમાં ચાઈના દોરીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં સાણંદ તાલુકામાં કેટલાક વ્યાપારીઓ દ્વારા સરકારના નિયમોનું ઐસી તૈસી કરી ચાઇના દોરીનું વેચાણ કરતાં અગાઉ અનેક વખત પકડાયા છે ત્યારે સાણંદ અને ચાંગોદરમાં વિસ્તારમાં ચાઈના દોરી અને તુક્કલનું વેચાણ અને ઉપયોગ ન કરવા વેપારીઓને ચેતવ્યા હતા.

બીજી સાણંદ અને ચાંગોદર પોલીસે પતંગ દોરીના વેપાર કરતા નાના-મોટા વેપારીઓને મકરસંક્રાંતી (ઉત્તરાયણ)ના તહેવાર લઈને જાહેરનામાની ગાઈડલાઇન મુજબ ચાઈનીઝ દોરી તથા ચાઇનીઝ તુક્કલના વેચાણ ઉપર પ્રતિબંધ છે જેથી કોઈપણ વ્યક્તિએ ચાઈનીઝ દોરી તથા ચાઈનીઝ તુક્કલનો ઉપયોગ કરવો નહી તથા પતંગ દોરીનું વેચાણ કરતા વેપારીઓએ પણ ચાઈનીઝ દોરી તથા તુક્કલનો સંગ્રહ અને વેચાણ ન કરવા જણાવ્યુ હતું તેમજ નિયમનું ઉલ્લઘન કરનાર વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરાશે તેમજ કોઈ પણ વેપારી ચાઈનીઝ દોરી તથા ચાઈનીઝ તુક્કલનુ ગેરકાયદેસર વેચાણ કરતા હોય તો પોલીસ સ્ટેશને જાણ કરવા લોકોને અપીલ કરી હતી. સાથે પોલીસે બજાર વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું જો કે ચેકિંગ દરમ્યાન વેપારીઓ પાસેથી ચાઈના દોરી કે ચાઈનીઝ તુક્કલ મળી ન હતી.

નોંધપાત્ર છે કે ગત વર્ષે નિધરાડ પાસે એક બાઇક ચાલકને ચાઈના દોરીથી ગળાના ભાગે ઇજાઓ થઈ હતી, જ્યારે ત્રણ વર્ષ અગાઉ સાણંદના બોળ ગામ નજીક ચાઈના દોરીની ઇજાથી બાઇક ચાલકનું ગળું કપાઈ જતાં મોત થયું હતું.

Social