રાધનપુર રોડ પર ઠપકો આપતા યુવક ઉપર હુમલો

         સૂત્રોના જણાવ્યા અનુસાર મહેસાણાના રાધનપુર રોડ પર બાવનના નેળિયા નજીક ખુલ્લી જગ્યામાં નંબર પ્લેટ વિનાનું બાઇક લઈને અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોને નજીકની સોસાયટીમાં રહેતા યુવક અને સ્થાનિક લોકોએ ત્યાંથી નીકળી જવા અને ફરીથી નહીં આવવાનું કહ્યાના બીજા દિવસે યુવકને ઉભો રાખી રાધનપુર રોડ પર રહેતા દંપતી સહિતના ચાર શખ્સોએ હુમલો કરી રૂ.44,700ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. જેમાં યુવકને ઇજા થતાં સારવાર અર્થે ખસેડયો હતો અને ચાર વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હતી ધરી છે.
Social