પાલડી કાંકજ ગામેથી જુગાર રમતા 5 ઈસમો પકડાયા

અસલાલી પોલીસે બાતમી આધારે પાલડી કાંકજ ગામ, જોગણી માતાના મંદીરની સામે ઠાકોર વાસ, રોહીતભાઈ બકોરની ઓરડીની આગળ ખુલ્લી જગ્યામાં રેઇડ કરી કુલ ૦૫ ઇસમોને રોકડ રૂ.૧૪.૧૫૦/- તેમજ દાવ ઉપર થી રૂ.૧૬૫૦/- મળી કુલ રોકડ રૂ.૧૫,૮૦૦/- ના મુદામાલ સાથે પકડી અસલાલી પોલીસ સ્ટેશમાં જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાય ઈસમોમાં રોહીતભાઈ વજાભાઇ ઠાકોર, ગૌરવભાઇ સુકાભાઈ શાહુ, અજયભાઇ ટમાજી ઝાલા, રણજીતભાજી લક્ષ્મણભાઇ દંતાણી, વિજયભાઇ કમલેશભાઈ ચુનારા (તમામ રહે પાલડી કાંકજ ગામ તા.દસ્કોઈ જિ-અમદાવાદ)

Social