સાણંદમાં અટલ રેસિડન્સીમાં ગટરનું દુષિત પાણી ઉભરાતા રહીસોએ સૂત્રોચાર કરી વિરોધ કર્યો

ગુજરાત સરકારની મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ સાણંદના હાઉસિંગ બોર્ડ ખાતે બનાવેલા અટલ રેસિડન્સી 1માં ફ્લેટમાં આશરે 400 જેટલા પરિવારો રહે છે, એક મહિનાથી ફ્લેટના કમ્પાઉન્ડમાં ગટરનું દૃષિત પાણી ઊભરાઇ રહ્યું હોવાથી રહીશોએ હાઉસિંગ બોર્ડને રજૂઆત કરવા છતાં પણ પરિસ્થિતી ઠેર ની ઠેર રહેતા રહીસોએ એકત્રિત થઈ ગટરનું ઉભરતું પાણી બંધ કરો, ગુજરાત હાઉસિંગ બોર્ડ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચાર કરી વિરોધ કર્યો હતો. અને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.

Social