સનાથલ સર્કલ પાસે બસમાંથી ડિઝલ ચોરી કરેલ નારોલનો શખ્સ ઝબ્બે

સૂત્રોના જણાવ્યા અનુસાર ચાંગોદર ખાતે ગણેશ ટુર એન્ડ ટ્રાવેલ્સની બસમાં તકલીફ થતાં રિપેરિંગ માટે સનાથલ સર્કલ પાસે ખાનગી કંપનીના રિપેરીંગ સેન્ટર ખાતે બસ રીપેર કરાવવા ગયેલ અને કંપની બહાર રાત્રે બસ પાર્ક કરી ચાલક બસમાં સુઈ ગયેલો સવારે ચાલક જાગ્યો ત્યારે બસમાંથી ડીઝલ ચોરી થઈ હોવાની જાણ થતાં ચાંગોદર પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધયો હતો.
બનાવને લઈને ચાંગોદર પોલીસ સ્ટેશન પી.આઈ આર.ડી.ગોજીયાએ અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન પો.કો ધનરાજસિહ ચૌહાણ તથા દિવ્યરાજસિંહ ચુડાસમાને બાતમી મળેલ કે એક ડાર્કગ્રે કલરની ટાટા માઝા ઈન્ડીગો ગાડી બાકરોલ સર્કલ તરફથી સનાથલ સર્કલ તરફ પસાર થનાર છે જેથી પોલીસ સ્ટાફના માણસો વોચ ગોઠવી બાકરોલ સર્કલ બાજુથી આવતી ગાડીને રોકી ગાડીમા તપાસ કરતાં અમદાવાદના નારોલ મહંમદજુબેર અબ્દુલરસીદ કુરેશીને પ્લાસટીકના કેરબામા ભરેલ ડીઝલ બાબતે યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા સનાથલ પાસે તાજેતરમાં પાર્ક કરેલ બસમાંથી ડીઝલ ચોરીની કરી હોવાનું ખૂલતાં 70 લીટર ડીઝલ, એક ગાડી મળી કુલ રૂ.2.06નો મુદ્દામાલ જપ્ત કરી ચાંગોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Social