સનાથલ પાસે ગોકુળધામમાં મેડોવ્સ 2 માંના મકાનમાંથી રૂ.1.82 લાખનો ઈંગ્લીસ દારૂ પકડાયો

સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ ગ્રામ્ય એલસીબીને બાતમી મળી હતી કે ગોકુલધામ સનાથલ ગામની સીમા, મેડોવ્સ-૨ સોસાયટી પ્લોટ નંબર 165 તા.સાણંદ જી.અમદાવાદ વાળુ મકાન મલય સોલંકી રહે. બોપલ અમદાવાદ વાળાએ તથા તેનાં માણસોએ ભાડે રાખેલ હોય અને તે મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી તેનુ તેના માણસો મારફતે વેચાણ કરે કરાવે છે, જેથી એલસીબી ટીમે બાતમી વાળા સ્થળે છાપો મારી હાર્દિક ડાહ્યાભાઇ હરિભાઈ ગોહેલ (રહે જેતપુરરાજકોટ હાલ રહે, ગોકુળધામ)ને પકડી લઈ ઘરમાં તપાસ કરતાં બેડ રૂમાં તથા બાથરૂમમાંથી ભારતીય બનાવટનાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ અને બિયરની કુલ 408 બોટલો જેની કિંમત રૂ.1.82 લાખનો મુદ્દામાલ , 2 મોબાઈલ મળી રૂ.2,12,220નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે પકડાયેલ ઈસમને વિદેશી દારૂનો જથ્થો કયાંથી લાવેલ છે અને કોને આપવાનો હતો ? તે બાબતે પુછતા જણાવેલ કે, આ વિદેશી દારૂ મલયભાઇ બી. સોલંકી (રહે. ૮૮, પ્રથમ વાટીકા બોપલ) મંગાવતા હતા આ સિવાય તે કાંઇ જાણતા નથી તેમ જણાવેલ અને કહેલ કે આ દારૂ હું મલયભાઇ કહે તે સરનામે આપવા જતો હતો તેમ બહાર આવ્યું છે.
બીજી તરફ પોલીસે ઈસમને સાથે રાખી મકાનનાં બીજા માળે આવેલ રૂમમાં જોતા રૂમમાં કુલ 11 ઇસમો હાજર મળી આવતા તેઓની પાસેથી શંકાસ્પદ સાહીત્ય, મોબાઇલ નંબરો લખેલ કાગળો તથા મોબાઇલ ઉપર વાતચીત કરતા અને શંકાસ્પદ હીસાબો લખેલ ડાયરી, નોટબુકો મળી આવતા તે બાબતે તમામ ઇસમોને પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી તેઓ પાસેથી મળી આવેલ મુદામાલ સી.આર.પી.સી.કલમ-102 મુજબ કબજે લઇ તેઓને સી.આર.પી.સી.કલમ-41(1) (ડી) મુજબ અલાયદી કાર્યવાહી કરી હતી.
સમગ્ર મામલે એલસીબી ટીમે ચાંગોદર પોલીસમાં પકડાયેલ હાર્દિક ડાહ્યાભાઇ હરિભાઈ ગોહેલ અને મલયભાઇ બી સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Social