કલોલની કવિતા સ્કુલની પાછળથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો

મળતી વિગત અનુસાર કલોલ શહેર પોલીસ સ્ટેશનનો સ્ટાફ આગામી દિવસોમાં ઉત્તરાયણના તહેવાર દરમ્યાન કોઇ પણ વ્યક્તિઓ ચાઇનીઝ તુક્કલ કે ચાઇનીઝ માઝા તેમજ પ્લાસ્ટીક દોરીનુ વેચાણ તેમજ ચગાવવાની પ્રવુતિ ન કરે તે અંતરર્ગત પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રીતે બાતમી મળી હતી કે કવિતા સ્કુલની પાછળ આવેલ એ-ટુ-ઝેડ પાન પાલૅર નામની દુકાનમાં એક ઇસમ ચાઇનીઝ પ્લાસ્ટીકના દોરાઓનો જથ્થો સંતાડી રાખી પોતે વેચાણ કરે છે. જે આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરતાં દુકાને આકીબહુસેન મહેબુબભાઇ ઘાંચી નામનો શખ્સ હાજર મળી આવ્યો હતો. જે બાદ કાપડના થેલામાં તપાસ કરતા ૨૪૦૦ની કિંમતની 6 ચાઇનીજ દોરાની રીલો મળી આવી હતી. તેથી આ અંગે ચાઇનીઝ દોરાની રીલો કબજે લઈને પોલીસે આકીબહુસેન મહેબુબભાઇ ઘાંચી ઉ.વ.૨૮(રહે-ઉંડોવાસ જુની મામલતદાર કચેરી સામે કલોલ તા-કલોલ જી-ગાંધીનગર) સામે ગુન્હો નોંધી અટકાયત કરી હતી. (તસવીર પ્રતીકાત્મક છે)

Social