સનાથલ સર્કલે લોડીંગ રિક્ષાએ બાઇક ચાલકને ટક્કર મારતા 2 લોકોને ઇજા

ધોળકાના પીસાવાડા જારોલીફળી ખાતે રહેતા કૌશરભાઈ અલીભાઇ જારોલી અને તેઓની પત્ની બને જણા બાઈક પર અમદાવાદથી ચાંગોદર તેઓની દુકાન ઉપર જતાં હતા તે દરમ્યાન સનાથલ સર્કલ થી ચાંગોદર તરફ જતા હતા ત્યારે એક લોડીંગ ટેમ્પોના ચાલકે અચાનક પાછળથી તેઓના બાઇકને ટક્કર મારતા અકસ્માત થતાં પતિ પત્ની રોડ પર નીચે પડી જતાં શરીરે ઇજાઓ થતાં બંને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, અકસ્માત અંગે કૌશરભાઈ જારોલીએ ચાંગોદર પોલીસમાં લોડીંગ ટેમ્પોના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

Social