અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવ્યા બાદ અસાઇલમ માટે એજન્ટો વકીલો રોકતા હોવાનો ઘટસ્ફોટ, 14 એજન્ટ સામે ગુનો નોઁધાયો

પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા જતા ૬૬ ગુજરાતીઓ સહિત ૨૭૬ ભારતીયોના ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પરથી ઝડપાઇ જવાની ઘટના બાદ કરવામાં આવી રહેલી તપાસમાં અનેક મોટા ખુલાસા થયા છે. અને મોટું કબૂતરબાજીનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરવાની સાથે સમગ્ર કેસ અંગે વિગતો મેળવવામાં આવી હતી. જેમાં વિગતો બહાર આવી છે કે ડિસેમ્બર મહિનામાં દુબઇથી ત્રણ ટ્રીપ નિકારાગુઆ માટે લગાવીને ૭૫૦થી વધુ ભારતીયોને મેક્સિકો બોર્ડર મોકલાયા હતા. જેમાં ૨૦૦ જેટલા ગુજરાતીઓને સમાવેશ થતો હતો. આ ઉપરાંત, વિટ્રી એરપોર્ટથી ઝડપાયેલા ભારતીયો માત્ર દુબઇના વિઝા સાથે ગયા હતા. પરંતુ, દુબઇ એરપોર્ટથી ગેરકાયદેસર રીતે નિકારાગુઆ જવા માટે નીકળ્યા હતા.

ગત ડિસેમ્બર મહિનામાં દુબઇથી નિકારાગુઆ જતા સમયે લિજેન્ડ એરલાઇનનું ફ્રાંસના વિટ્રી એરપોર્ટ પર ફ્યુઅલીંગ માટે આવ્યું તે સમયે ફ્રાંસ પોલીસે તપાસ કરતા ૨૭૬ થી વધારે પેસેન્જર પાસેથી દુબઇથી નિરાકાગુઆની એર ટિકિટ મળી આવી હતી. પરંતુ, પાસપોર્ટમાં વિઝા શંકાસ્પદ જણાઇ આવતા ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી હતી. જેમાં ગેરકાયદેસર રીતે અમેકિાના જવાના કબુતરબાજીના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ તમામ મુસાફરોને ભારત લાવવામાં આવ્યા હતા. જે પૈકી ૬૬ ગુજરાતી મુસાફરો અંગે ગુજરાત સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ૧૪ એજન્ટોના સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

Social