સાણંદની બજારમાં પતંગ અને દોરીની ખરીદીમાં ભીડ જામી, દોરીના રીલ ખૂટી પડ્યા

સાણંદ બજારમાં ઉત્તરાયણની પૂર્વ સાધ્યએ પતંગ અને દોરીની ખરીદી કરવા ભારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, બજારમાં બપોર બાદ મોટી સંખ્યામાં લોકોએ પતંગ અને બ્રાન્ડેડ તૈયાય દોરીની અને રીલની ખરીદી કરતા વેપારીએ હાશકારો અનુભવ્યો હતો, ગત સમી સાંજે સુધી ઘરાગી ન ખુલતા વેપારીમાં ચિંતામાં હતા પરંતુ છેલ્લી ઘડીએ બજારમાં ભારે ભીડ જામી છે, સમગ્ર સાણંદમાં 6 વાગ્યાં સુધીમાં દોરીના રીલની પતંગ રસીકોની માગ વધતા વેપારીઓ પાસે વેચાણ માટે રીલ ખૂટી પડ્યા હતા. જયારે શેરડી, બોર ચીક્કીની પણ ખરીદીમાં ભીડ જામી હતી.

Social