સાણંદમાં ચટાકેદાર ઊંધિયું લેવા દુકાનો પર લાંબી લાઈનો લાગી

         ગુજરાતીઓ વાર-તહેવારે અવનવી વાનગીઓ બનાવીને ખાવાના ભારે શોખિન હોય છે. જેમાં ઉત્તરાણના પર્વે ઘેર-ઘેર ઊંધિયું બનાવવામાં આવતું હોય છે, સાણંદમાં ચટાકેદાર ઊંધિયું ખરીદવા લાંબી લાઈનો જોવા મળતી હોય છે. જેમાં ઊંધિયું, લીલવા કચોરીની માગ વધુ રહી હતી. કોઈપણ તહેવાર હોય પરંતુ સાણંદ વાસીઓ ખાણીપીણી માટે કોઈ કસર રાખતા નથી. રવિવારે ઉત્તરાણના દિને વહેલી સવારથી ઉંધિયા માટે દુકાનો પર લાઈનો લાગી ગઈ હતી. સાથે જ ફરસાણની દુકાનો પર લાઈનો જોવા મળી હતી. કહેવાય છે કે, આ વર્ષે સાણંદવાસીઓએ લાખો રૂપિયાનું ઊંધિયું ઝાપટી ગયા છે. શહેરમાં લોકો વહેલી સવારે જ ઊંધિયું ખરીદવા માટે પડાપડી કરતા હોય છે. સ્વાદિષ્ટ ઊંધિયું ખાવા માટે લોકો વહેલી સવારથી જ પોતાની મનગમતી ફરસાણની દુકાન ઉપર પહોંચી ગયા હતા.
Social