સાણંદના સનાથલ પાસે કન્ટ્રકશન સાઇટના 7 માળે કામ કરતો મજૂરનું નીચે પડતાં મોત

      સાણંદના સનાથલ ગામની સીમમાં આવેલ એક કન્ટ્રકશન સાઇટના 7 માળે કામ કરી રહેલ 24 વર્ષીય મજૂર એકાએક નીચે પડી જતાં ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું જેને લઈને ચાંગોદર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.  
       પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ તાલુકાનાં  સનાથલ ગામની સીમમાં આવેલ  પેસેફિકા અમારા કન્ટ્રકશન ખાતે મજૂરી કામ અર્થે રાજથાનના ડુંગરપુરનો 24 વર્ષીય અજય બાબુલાલ અહારી આવેલ અને કન્ટ્રકશન સાઇટ ખાતે રહેતો અને કામ કરતો હતો, અજય અહારી કન્ટ્રકશન સાઇટના ડી બ્લોકના 7માં માળે બહારની દિવાલ ઉપર બ્લોકમા રહેલ સાંધામા કેમીકલ ભરવાનુ કામ કરતો હતો ત્યારે અચાનક નીચે પડી જતા અજય બાબુલાલ અહારીને શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ મોત થયું હતું. બનાવને લઈને અન્ય મજૂરો દોડી આવ્યા હતા સમગ્ર ઘટનાને લઈને મહેશ બાબુલાલ અહારીએ ચાંગોદર પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. અને મૃતકની લાશને પી.એમ અર્થે સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી. ઘટનાને લઈને ચાંગોદર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
Social