સુરતમાં વાવ ઓફિસ બહાર પાર્ક કારમાંથી ચોર રોકડ ભરેલી બેગ ઉઠાવી ગયો

સુરતના અલથાણ ખાતેના ડી માર્ટ સામે આવેલા શ્રુંગલ હોમ ખાતે રહેતા 28 વર્ષીય પાર્થ કિર્તી પટેલ કામરેજના મહાવીર શોપીંગ સેન્ટરમાં દુકાન નંબર 12,13 માં સબ મર્શીબલ પંપ અને બોરિંગનો સામાન વેચવાનો વ્યવસાય કરે છે. ગત 19 ડિસેમ્બર સાંજના સમયે તેમના ઉઘરાણી કરેલા 30 હજાર રૂપિયા લઈ પાર્થ પટેલ તેની કાર નંબર લઈ વાવ ખાતેની ગોપનાથ હોટલની બાજુમાં આવેલી એરોમા માર્કેટિંગ નામની તેમની જૂની ઓફિસે કામ અર્થે ગયા હતા. કામ પતાવી પરત ફરતા ઓફિસ બહાર પાર્ક કરેલી તેમની કારમાંથી ઉઘરાણી કરેલા .30 હજાર સહિત બેગમાં રહેલી 60 હજારની રોકડ રકમ અને લેપટોપ સહિતની રૂપિયા 90 હજાર રોકડ રકમની બેગ ગાયબ હતી. ઘટનાને પગલે પાર્થ પટેલે સીસીટીવી ચેક કરતા બાઈક પર આવેલા બે અજાણ્યા પૈકી એક ગાડીનો દરવાજો ખોલી રોકડ રકમ ભરેલી બેગ ઉઠાવી જતો નજરે પડે છે. ઘટનાનો ભોગ બનેલા પાર્થ કીર્તિભાઈ પટેલે ઇ એપ્લીકેશન મારફતે અરજી કરી હતી. બાદમાં શનિવારે કામરેજ પોલીસ મથકે ₹90 હજારની રોકડ રકમ તેમજ 10 હજારની કિંમતના લેપટોપ મળી કુલ ₹.1 લાખની મત્તાની ચોરી અંગેની ફરિયાદ દાખલ ફરિયાદ નોંધાઈ છે.

Social