સાણંદના યુવાનનું મોત | બોપલ ફાયર કર્મી ઘુમામાં પક્ષી બચાવા જતાં હેવી વીજ કરંટથી મોત

    સૂત્રોના જણાવ્યા અનુસાર બોપલ-ઘુમા રોડ ઉપર એક રેસીડેન્સી પાસે એક પક્ષી વીજ હાઈટેન્શન લાઇનમાં ફસાયું હતું. જેને બચાવવા માટે સાણંદના હાઉસિંગ બોર્ડમાં રહેતા અને બોપલ ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ફાયરમેન અનિલ પરમાર ત્યાં પોતાની ટીમ સાથે પહોંચી ગયા. પક્ષી વીજલાઇન ઉપર લટકતુ હતું અને દોરામાં ફસાયેલું હતું. તેમણે UGVCLની ટીમને ફોન કરી લાઇન બંધ કરવા જાણ કરી હતી., જોકે UGVCLની ટીમ આવે તેની પહેલા જ પક્ષી ખૂબ જ ચિચિયારીઓ કરતું હતું. જેથી અનિલભાઈએ દોરાને હટાવવાનો પ્રયત્ન કરવા જતાં હાઈટેન્શન વાયરનો ઝટકો લાગ્યો અને તેમને ત્યાં જ ભડથું થઈ ગયા હતા. જેને લઈને મોટી સંખ્યામાં ફાયર કર્મીઓ દોડી આવ્યા હતા મૃતકની લાશને ઘુમા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી ,
       અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ જણાવ્યું હતું કે આજે સવારે 08:15 વાગ્યાની આસપાસ બોપલ વિસ્તારમાં મેપલ એપ ફ્લેટ પાસે એક પક્ષીનો રેસ્ક્યુ કોલ મળ્યો હતો. જેથી અનિલભાઈ તેમના સ્ટાફ સાથે ત્યાં પહોંચ્યા હતા. જીઇબીની ટીમને જાણ કરી હતી. તેમની ટીમ 15થી 20 મિનિટમાં આવે તે પહેલા પક્ષી થોડી ચિચિયારીઓ કરતું હતું. જેથી અનિલભાઈ પાઇપ લઈ દોરો હટાવવા જતા તે દરમિયાનમાં વીજ વાયરને અડી જતા દુર્ઘટના બની છે. મૃતક અનિલ પરમારના પરિવારે અનિલભાઈના પત્નીને સરકારી નોકરી આપવામાં આવે અને સરકારી જે સહાય મળવાપાત્ર છે તેમાં વધારો કરી અને આ પરિવાર અને તેમના કુટુંબને મદદ કરવાની માગ કરી હતી જો કે માંગ ન સંતોષતા પરિવારે મૃતદેહ ન સ્વીકારતા મોડી સાંજે મોટી સંખ્યામાં પોલીસ બંદોબ્સત વચ્ચે  અમદાવાદ સિવિલ ખાતે મૃતદેહને કોલ્ડરૂમ ખાતે ખસેડયો હતો.
Social