સાણંદ વિસ્તારમાં સાધન ફાઉન્ડેશન દ્વારા 7 ઘાયલ પક્ષીઓ બચાવવામાં આવ્યા

        ઉત્તરાયણ એટલે યુવા લોકોનો મનગમતો આનંદ, ઉલ્લાસ અને મસ્તી કરવાનો તહેવાર. પરંતુ છેલ્લા પંદર વર્ષથી સાણંદની સેવાભાવી સંસ્થા સાધના ફાઉન્ડેશનના યુવા સ્વયં સેવકો દ્વારા આ તહેવારને એક અલગ જ પ્રકારના ઉમંગ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. 
        સંસ્થાના 20 જેટલા સ્વંસેવકો દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના તહેવારમાં પતંગ-દોરાની મજાની સાથે 7 ઘાયલ પક્ષીઓને સાણંદ શહેર તથા આસપાસના વિસ્તારમાંથી “પક્ષી બચાઓ અભિયાન” અંતર્ગત રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રતિનિધિ દ્વારા જણાવ્યા મુજબ બચાવવામાં આવેલ પક્ષીઓમાં યાયાવર પક્ષી આઈબિસ સહિત ઘુવડ અને કબુતરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનવવા વાઇલ્ડ લાઈફ કેર સેન્ટર, બોડકદેવ અને સાણંદ પાંજરાપોળનો સહકાર સંસ્થાને મળ્યો હતો.
Social