નિકોલમાં મકાન માલિક અને ભાડુઆતે દંપતી સાથે રૂ.15 લાખની ઠગાઈ આચરી

સૂત્રોના જણાવ્યા અનુસાર ઠક્કરનગરમાં રહેતા સ્વિટીબેન રામાણી અને તેમના પતિ ભાવેશભાઈએ વર્ષ ૨૦૨૨માં નિકોલ ગામમાં એક મકાન જોયું હતું. આ અંગે મકાન માલિક સુનિલકુમાર આહીર સાથે રૂપિયા 15 લાખ મકાનનો સોદો નક્કી કર્યો હતો. ટોકન પેટે રૂ.2 લાખ આપ્યા હતા. ત્યારબાદ દંપતીએ બેંકમાંથી રૂ.15 લાખની લોન લઇ સુનીલ આહીરને ચેક મારફતે બાકીના રૂપિયા ચૂકવી આપ્યા હતા જયારે દંપતી પોતાના મકાનમાં રહેવા માટે સામાન લઈને ગયા ત્યારે પણ ભાડુઆત સતીષ પ્રજાપતિએ મકાન ખાલી કરવાથી ઇનકાર કરી દીધો હતો.

સુનીલ આહીર ભાડુઆત પાસેથી ઉછીના રૂપિયા 1 લાખ લીધા હતા તે આપે ત્યારબાદ જ મકાન ખાલી કરવાની વાત ભાડુઆત કરતા હતા. ત્યારબાદ મકાન માલિક સુનિલ આહીર ગાયબ થઇ ગયો હતો દંપતી ઘણી બધી જગ્યાએ શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ મોબાઈલ નંબર પણ બદલી નાંખ્યો હતો. આખરે સ્વિટીબેન રામાણીએ કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની અરજી વર્ષ ૨૦૨૨માં કરી હતી જેનો ચુકાદો ૨૦૨૩માં આવતા નિકોલ પોલીસે બન્ને વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધી છે.

Social