સાણંદના ગોરજ ગામે વહેલી સવારે ઘરમાં ગેસ લીકેજ થતાં ધડાકાભેર દીવાલો ફાડી : 2ને ઇજા

સાણંદના નળ સરોવર રોડ પરના ગોરજ ગામે જુવાલિયા વાસમાં જંયતીભાઈ બુધાભાઈ કો.પટેલ પરિવાર સાથે રહે છે અને ખેતીકામ કરે છે. તેઓના બે માળના મકાનમાં તેઓના પરિવારના 8 સભ્યો સૂતા હતા, ત્યારે ઘરના રસોડામાં ગેસ લીકેજ થતાં ભૂકપ જેવી તીવ્રતા સાથે ધડાકાભેર એકાએક રૂમમાં આગ લાગી હતી, રૂમમાં રહેલ રાધણ ગેસની બોટલ ઉપરનું રેગ્યુલેટર સળગતું હતું, ઘટના બનતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને પરિવારના સભ્યો અને પડોસીઓએ ભારે જહેમતથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
બનાવમાં પતિ પત્નીને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે સાણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યારે પાડોસીના 3 મકાનના બારી બારણાં તૂટી ગયા હતા.

Social