જામનગર શહેરમાં પંજાબ બેંકના તાળા તૂટ્યા : સ્ટ્રોંગરૂમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો

જામનગર શહેરમાં હીરજી મિસ્ત્રી રોડ પર આવેલી શંકર ટેકરી ઉદ્યોગ નગર ખાતે આવેલી પંજાબ નેશનલ બેંકમાંથી ગત 13 જાન્યુઆરીના શનિવારના રોજ મોડી રાત્રે બેંકના શટરના તાળા તૂટ્યા હતા. ત્યારે જે શખસે તાળા તોડ્યા હતા તે ચોરી કરવામાં નિષ્ફળ ગયો હતો. બેંકના કર્મચારી શનિ-રવિની રજા બાદ સોમવારે સવારે બેંકે પહોંચ્યા ત્યારે ચોરીની જાણ થઈ હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા આરોપીને અલગ અલગ દિશામાં તેમજ સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડયો છે.

સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ જામનગર શહેરમાં આવેલ હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંકની શંકર ટેકરી શાખામાં ગત તારીખ 12 જાન્યુઆરીના સાંજના 6 30 થી તારીખ 15 જાન્યુઆરી સવારે 9:00 વાગ્યા સુધી સમય દરમિયાન અજાણ્યા તસ્કરો બેંકના શટર ના તાળા તોડી ત્રાટક્યા હતા અને તસ્કરોએ બેંકમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે તસ્કરે બેંકની સ્ટ્રોંગ રૂમની દિવાલ તોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યારે તે પ્રયાસ નિષ્ફળ ગયો હતો તેમ જ તસ્કરો દ્વારા ચોરી માટે કરાયેલા તમામ પ્રયાસો નિષ્ફળ જતા તસ્કર બેંકમાંથી પરત ફર્યો હતો. ત્યારબાદ સોમવારે સવારે બેંક કર્મચારી નીતુ સીતારામ શાહનેજાણ થતા તેમને સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કરી ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરોના ફૂટેજના આધારે પોલીસે તસ્કરને દબોચી લીધો અને તેની પાસેથી ચોરીમાં વપરાયેલો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Social